Thursday 26 December 2019

Activities Of U and U Trust in 2019.

             ૨૦૧૯ પૂરું થવા આવ્યું, ગણા નવાં દોસ્ત બન્યાં, નવા રિશ્તાઓ બન્યાં, અને ગણું બધું ગુમાવ્યું પણ ખરું , બસ એજ બધી વાતો ને યાદ કરીને વિચારીએ કે શું પામ્યું અને શું ગુમાવ્યું સાથેજ જોઈએ કે ઉમ્મતી એન્ડ ઉન્નતિ ચેરીટેબલ ટ્રસ્ટ ની ૨૦૧૯ ની પ્રવુતિઓ :-


               ૧. રમઝાન માસ માં ૨૦૦ ઘર સુધી રાશન પૂરું પાડવામાં આવ્યું. જેમાં પોરબંદર શહેરમાં, રાણાવાવ તાલુકા માં, કુતિયાણા તથા ભાણવડ પંથકમાં દરેક જરૂરીયાતમંદ લોકો પાસે પોહચડવા માં આવ્યું હતું. 


©️UMMATI  AND  UNNATI EDU. CHARITABLE  TRUST 
             
               ૨. જૂન મહિનામાં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૩૦ દુલ્હા - દુલ્હન  ને ભાગ લીધું હતું. આ સમૂહ લગ્ન માં સૌરાષ્ટ્ર માંથી જુદા જુદા ગામ ના લોકો એ લાભ લીધું હતું. 

©️UMMATI  AND UNNATI EDU . CHARITABLE TRUST .

               ૩.સપ્ટેમ્બર મહિના માં ખરાબ લોહી દૂર કરતી થેરપી  એટલે હિજામાં થેરપિ જેને ઈંગ્લીશ માં કપ થેરપી  પણ  કેહવાય છે, એ  થેરપી  નું કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૦૦ જેટલા દર્દીઓ એ લાભ લીધું હતું.  •  એના સિવાય ગણા નાના મોટા સેવા ના કામો કરવામાં આવ્યા,
  • વિધ્યારથી ની સ્કૂલ તથા કૉલેજ ની ફીસ, આંખ ના ઓપરેશન, તથા મેડિકલ સેવા તો આખું વર્ષ ચાલુ છે.
         “ સાથેજ રાહત દવાખાનું  ૧ વર્ષ થી ગરીબ લોકો ની સેવા માં ચાલુજ છે, જેમાં માત્ર ૨૦/- રૂપિયા માં ચેક-અપ સાથે દવા પણ આપવામાં આવે છે.” 

           * આ હતી ૨૦૧૯ ની યુ & યુ ટ્રસ્ટ ની પ્રવુતિઓ, આવતા વર્ષો માં હજી ઘણા કામો કરવા, લોકો ની સેવા કરવી એવું આ સંસ્થા નું લક્ષય છે...

               

Tuesday 24 December 2019

What Is Ummati and Unnati Education Charitable Trust ?


ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એડયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ શું છે અને શું કામ કરે છે ? ચાલો  જાણીયે એના વિષે. 


              ઉમ્મતી એન્ડ ઉન્નતિ એડયુકેશન ચેરીટેબલ  ટ્રસ્ટ એક  સેવા કાર્ય કરવા વારી સંસ્થા છે જે ગરીબ લોકો ને મદદ કરે છે 24 કલાક 7 દિવસ. આ સંસ્થા ગરીબ લોકો ને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. 2008 માં શુરુઆત કરેલ આ સંસ્થા દિવસ રાત એક કરી ગરીબ લોકો ની મદદ કરી છે.

           મર્હુમ મોહમ્દસીદીક ભાઈ બ્લોચ અને એજાઝ ભાઈ લોધિયા બંને  જણાં  ગરીબ લોકો ની સેવા કરવાનું વિચારતા આ સંસ્થા ની શરૂઆત કરી હતી ,  

મર્હુમ મોહમ્મ્દસીદીક ભાઈ બ્લોચ
(પૂર્વ પ્રમુખ)

એજાઝ ભાઈ લોધિયા
(પ્રમુખ)
આજે આ સંસ્થા ઘણા લોકો ની સેવા કરી રહી છે. મેડિકલ કેમ્પ, સમૂહ લગ્ન વગેરે ના સેવાકીય કામ સતત ચાલુ હોઈ છે. આ બધી સેવા ના કામ સાથેજ સમાજ ના કામ માં પણ આ સંસ્થા આગળ રહી છે. એડયુકેશનલ કામ હોઈ કે કોઈ ગરીબ ના ઘર માં લાશન  નખાવાનું  કામ હોઈ આ સંસ્થા અડીખમ ઉભી  રહી છે.હાલ આ સંસ્થા માં ઘણા લોકો મેમ્બર તરીકે કામ કરે છે. હાલ આ સંસ્થા માં પ્રમુખ તરીકે અજાઝભાઈ લોધિયા અને ઉપપ્રમુખ તરીકે  હાજીયાસીન ભાઈ ઐબાની સેવા આપી રહયા છે.

આ સંસ્થા હંમેશા એના  ડોનર ની આભારી છે.